આજ ના આ ભાગ-દોડ થી ભરેલા જીવન મા હું હમેશા એને શોધું છુ. મને એની જરૂર છે પણ ખબર નહિ એ ક્યાં ખોવાયી ગયી છે? મેં એને મારા ઘર માં શોધી, એ ત્યાં ન મળી. પછી મેં એને બહાર શોધવાનું વિચાર્યું. ઊંચા ઊંચા પર્વતો ની વચ્ચે, દૂધ સાગર જેવા ખળખાળતા ઝરણાં મા, લીલાછમ વન મા, પક્ષિયોં ના ટહુકા મા, ભાઈબંધો ની મીઠી વાણી અને સહવાસ મા, ની ૬ ઇંચ ની સ્ક્રીન મા, માતા-પિતા ની છત્રછાયા મા અને છેવટે ૬ ઇંચના મોબાઈલ મા. આ બધે જ ઠેકાણે મેં એને શોધી અને મને એ મળી પણ ખરી. પરંતુ પ્રશ્ન એ હતો કે ફક્ત ટૂંક સમય મા એ ખલાસ થયી જતી. ફરી થી મારા દ્વારા એની શોધ ચાલુ થતી અને ફરી એ ખલાસ થયી જતી . એક દિવસ મને એક પ્રશ્ન થયો કે મારે કેમ વારે ઘડી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી રહે છે અને શું મને આ કોઈ એક જ જગ્યાએ થી મળી નથી શક્તિ ? આ પ્રશ્ન એ મારા મા છુપાયેલી જીજ્ઞાસા ને જન્મ આપ્યો. પેહલા ની જેમ મેં મારી શોધને અગ્રસર રાખી. હું બધે જ ઠેકાણે જઈ આવતી અને એ મને થોડા ક્ષણો માટે મળવા પણ આવતી.
એક દિવસ આવ્યો જયારે મેં પોતાની જાત ને થોડો સમય આપ્યો. હું મારી આંખો ને બંધ કરી આ બાહ્ય જગત થી દુર એક આંતરિક સેર પર લઇ ગયી. હું પોતાની સાથે બેસી, મન મા ખુદ ની સાથે વાતો કરી અને પોતાના મનની અગણિત વાતો સાંભળી. અરે બાપરે! કેટલો અવાજ અને કેટલા પ્રકાર ની વાતો! ક્યાય ભૂતકાળ તો ક્યાય વર્તમાન અને છેલ્લે ભવિષ્યકાળ પણ. આ બધા જ એક સાથે મારા મન પર હાવી થઇ ગયા અને એ માનસિક જગતમાં થી મેં તરત જ મારી આખો ખોલી અને બહાર આવી ગયી. પરંતુ મને એક વાત ની ખાતરી થયી ગયી હતી કે જેને હું શોધું છું એ મારી અંદર જ છે. એનું નામ “શાંતિ” છે.
હું રોજ એની સાથે બેસવા લાગી, ધીમે ધીમે એ મારા મનની પણ ખુબ સારી મિત્ર બની ગયી. ત્યાર પછી થી મારો મન પોતાનો અવાજ અમુક સમય માટે શાંત કરી લેતો અને મને શાંતિ અનુભવા દેતો. મારો મન મારો સારો અને સાચો મીત્ર બની ગયો. અને એ કેવી રીતે થયું? એનું કારણ છે મારી વિવેકી બુદ્ધિ. મારી બુદ્ધિ એ મને વિવેક (Decision making power) પ્રદાન કર્યું કે મારા આંતરિક અર્થાત માનસિક સ્વાસ્થ્ય માટે શું સારું છે.
હું રોજ મારી સાથે બેસતી અને શાંતિ અનુભવતી. હવે હું ઝરને, નદીના કિનારે, ગામના ગોદરે કે મિત્રો પાસે જવું કે ન જવું મને એ શાંતિ ઓછા પ્રયાસે અને મારી અંદર જ મળી જતી.
મિત્રો, જયારે આપડે બાહ્ય જગત મા તર્સેલા હરણ ની માફક શાંતિ શોધીએ છીએ ત્યારે આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય ને ખુબ જ હાની પહોંચાડીએ છીએ. એ માનસિક મૃગતૃષ્ણા ને તૃપ્ત કરવા માટેની કસ્તુરી આપણી અંદર જ છે. અને એ કસ્તુરી એટલે આપણું મન. આપણા મનને એક hardcore training ની જરૂર છે કે જેના થી એ આપણું માનેલું અને બુદ્ધિ દ્વારા ચકાસેલું કાર્ય પૂર્ણ કરે. શાંતિ એક અનોખી વસ્તુ છે જેના થકી આપણે સારૂ જીવન વ્યતીત કરી શકીએ છીએ. જે શાંતિ આપણને રોજ રાત્રે ઊંઘ મા મળે છે એ જ શાંતિ આપણને જાગૃત અવસ્થા મા મળે એ માટે આપણે બધા એ પોતાની સાથે એકાંત મા સમય વિતાવવાની જરૂર છે. તો ચાલો આજ થી આપણે પોતાના ના આંતરિક જગત મા ડૂબકી મારી અપાર શાંતિ ને અનુભવવા નો પ્રયત્ન કરીયે.
-શ્રુતિ તિવારી