Slow Learners: ૬ વર્ષ નો નાનકડા પ્રવીણ ની વાત
August 06, 2023

૬ વર્ષ નો નાનકડા પ્રવીણ ની વાત:

પ્રવીણ જયારે પહેલી વાર મારી પાસે આવ્યો ત્યારે ખુબજ શાંત અને ધીરજ સાથે બેઠો હતો તે તેના માતા પિતા સાથે આવેલો. તેની માતા ની ફરિયાદો ખુબજ હતી જેમની અહી હું થોડી કહેવા માંગું છુ.

૧)પ્રવીણ જે પણ કામ કરે તે ખુબજ ધીરે થી કરતો હોય છે.

૨) જયારે પણ એને ભણવા બેસાડીયે ત્યારે તેને ભણવું હોતું નથી અને જો એ ભણવા બેઠો તોહ પછી કલાકો ના કલાકો એક પાનું લખતા કરે.

૩) ભણવા માં ખુબજ હોશિયાર છે મારો પ્રવીણ, જે પણ પૂછો તેનો જવાબ એ ખુબ સરસ રીતે બોલી ને સંભળાવે.

૪) બ્રશ કરવામાં ખુબ જ વાર કરે.

૫) રમતો રમવી ખુબજ ગમે બધા જોડે પણ એ ધીરે થી રમે એટલે કોઈ એને રમાડે નહીં.

         પ્રવીણ ની માતા એ જયારે મને આ બધી વાત કરી ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો કે પ્રવીણ ને લખવા વાચવાની સમસ્યા છે અને જેના કારણે તે તેના રોજીંદા જીવન ની દૈનિક ક્રિયા માં સમય લગાવે છે. પ્રવીણ ની માતા ને મેં સરળ ભાષા માં સમજાવની કોશિશ કરી.

દરેક બાળક ની સમજવાની શક્તિ અલગ અલગ હોય છે જેમ આપડે નવું બાયિક અથવા કાર  લઈએ તોહ દરેક માં તેમના એન્જીન ની ક્ષમતા અલગ અલગ હોય છે અને તે દરેક કાર કે બાયિક ના પોતાના અલગ લક્ષણો હોય છે. તેવી જ રીતે દરેક બાળકમાં સમજવાની શક્તિ અલગ અલગ હોય છે અને દરેક બાળક માં અલગ અલગ ગુણો હોય છે. આપણા પ્રવીણમાં પણ ઘણા ગુણો ચોક્કસ હશે આપણે ફક્ત તેને શોધવાના છે.

      માતા પિતા પાસે મેં ૩ મહિના નો સમય માંગ્યો ધીરે ધીરે પ્રવીણ જોડે મારી વાત ચિત થવાની શરુ થયી શરૂવાતના સેસનમાં તે ખુબજ શરમાતો હતો, કોઈ ની સાથે વાત ના કરે પરંતુ રમતો રમવી તેને ખુબ ગમતી. એક દિવસ મેં તેને પૂછ્યું કે તને મિત્રો બનાવા કેમ નથી ગમતા, ત્યારે તે કહે કે કોઈ મને ધીરે થી રમાડતું જ નથી અને હું રમત ને સમજુ તે પેહલા બધા મને છોડી ને જતા રહે છે. ત્યારે મે તેને કહયું કે મારી સાથે રમીશ હું તને છોડી ને નહીં જવું, તેણે હા પાડી. જેમ જેમ સેશન આગળ વધતા ગયા પ્રવીણની મુશ્કેલી ઓંછી થતી ગયી અને સાથે સાથે તેનું ભણવામાં તેનો રસ અને ઝડપ બંને વધતી ગયી

        હવે તે સ્કુલમાં પણ બીજા લોકો ની સાથે લખતો થયી ગયો છે અને હવે પ્રવીણ તેની દૈનિક ક્રિયા પહેલા કરતા થોડી જડપ થી કરે છે.

માતા પિતા એ સમજવા જેવી બાબત:

૧) દરેક બાળક માં ભગવાને અલગ અલગ શક્તિ આપેલી છે તોહ એને બીજા બાળકો સાથે સરખાવો નહીં.

૨) ધીરજ રાખવી.

૩) બાળક ને સ્વીકારી તેને હૂફ આપો.

૪) બાળક ને આગળ વધવા માટે પ્રોસાહન આપવું.

માનુષી ઉપાધ્યાય